સા વિદ્યા યા વિમૂક્તયે
Shree Makhaniya Smart Primary School
Ta: Talaja , Dist :- Bhavnagar
નિમંત્રણ
ત્રિવિધ કાર્યક્રમ
વરિષ્ઠ શિક્ષક નિવૃત્તિ વંદના
તેમજ
ધોરણ 8 ના છાત્રોનો વિદાય સમારંભ
અને
એવોર્ડ વિતરણ સમારોહ
તથા
સાંસ્કૃતિક કાર્યક્રમ
આત્મીય
શ્રી
........................................................................
વિદ્યામંદિર , શ્રી માખણીયા પ્રાથમિક શાળાના આપ સૌને જયશ્રી કૃષ્ણ. શાળા
વડે ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન થયેલ છે
. અમારા શાળારૂપી બગીચાના વડલા સમાન ,
વરિષ્ઠ શિક્ષક શ્રી કુરજીભાઈ બચુભાઈ મકવાણા સાહેબનો વિદાય પ્રસંગ , ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય પ્રસંગ અને
એવોર્ડ વિતરણ અને સાંસ્કૃતિકકાર્યક્રમ એમ
ત્રિવિધ કાર્યક્રમ આયોજિત કરેલ છે.
શિક્ષક
એ સમાજના શિલ્પી છે . વેદમાં શિક્ષકને `ગાતુવીદ` અર્થાત ` પાથફાઈન્ડર – માર્ગદર્શક
` કહ્યા છે . શિક્ષક પોતાના નિર્વ્યાજ ભાવથી સમાજમાં જ્ઞાનનો ઉજાસ પાથરી ચોમેર
પ્રકાશ ફેલાવે છે. જ્ઞાન , કર્મ અને ભક્તિના સંગમથી સમાજના માળીબનીને
રાષ્ટ્રનિર્માણની જવાબદારી વહન કરે છે . જ્ઞાનવાન , પ્રજ્ઞાવાન , માર્ગદર્શક ,
જ્ઞાનગંગા-ભાવગંગાના પવિત્ર ઝરણા સમાન અમારા વડીલ શિક્ષકશ્રી ને સન્માનવા આપ હાજર
રહી અમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશો તેવી અભ્યર્થના . તો સરસ્વતી
ઉપાસકનાં આ પવન પ્રસંગમાં આપશ્રી ને અમારું લાગણીભીનું નિમંત્રણ છે.
અમારા
શાળા પરિવારના બગીચામાં કલરવ કરતા પંખીડાઓ રૂપી ધોરણ ૮ના વિદ્યાર્થીઓ પોતાના
ઉચ્ચત્તમ ધ્યેયસિદ્ધિ માટે શાળામાંથી વિદાય લઇ રહ્યા છે ત્યારે તેઓને શુભેચ્છા અને
શુભાશિષ પાઠવવા અને તેઓ માટે આયોજિત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં તેમને પ્રોત્સાહન પૂરું પાડવા તથા તેઓનો થનગનાટ
રજુ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા અત્રે ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે.
તારીખ : ૦૪/૦૫/૨૦૧૯ , શનિવાર
સમય :- સવારે ૯: ૩૦ વાગ્યે
ભોજન સમારંભ :- બપોરે ૧૨ કલાકે
સ્થળ :- શ્રી માખણીયા પ્રાથમિક શાળા
નિમંત્રક
આચાર્ય શ્રી
તથા
શ્રી માખણીયા શાળા શિક્ષક સ્ટાફ પરિવાર
તથા અમારા વહાલા વિદ્યાર્થીઓ