શુક્રવાર, 27 ઑક્ટોબર, 2017

નિવૃત્તિ વંદના

આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે. આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા.


શ્રી
   માખણીયા
          સ્માર્ટ
              સરકારી
                 પ્રાથમિક
                      સ્કૂલ

આત્મીય શ્રી,
સ્વાગત છે........


સરસ્વતી મંદિર શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા અને શ્રી માખણીયા ગામ ના સંયુકત સાયુજ્ય માં  નિવૃત્તિ વંદના પ્રસંગ
ઉજવાયો.

   આદરણીય શ્રી હરેશભાઇ ભીખાભાઇ લાધવા સાહેબ
              તેમજ
શ્રી નંદરામભાઈ મોહનભાઇ ધાંધલ્યા સાહેબ ,
ના વિદાય પ્રસંગે આપ સર્વેની હાજરી અમને પ્રોત્સાહિત કરેલ છે.

સૌ પ્રથમ શાબ્દિક સ્વાગત બાદ સુંદર સ્વાગત અભિનય  ગીત વડે આવકાર્યા પછી પુષ્પગુચ્છ વડે સ્વાગતવિધિ કરી આ પ્રસંગનો માહોલ દીપી ઉઠ્યો હતો.


આ પ્રસંગે અમારા આમંત્રણ ને સ્વીકારી ઉપસ્થિત રહેલા તમામ અતિથીઓ ના આભારી છીએ.
પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ આયોજિત થયો હતો.

જેમાં તળાજા તાલુકા બી.આર.સી. સાહેબ શ્રી પ્રકાશભાઈ કે. દવે , કેન્દ્રવર્તી આચાર્ય સાહેબ શ્રી ભદ્રેશભાઈ જાની , શિક્ષક સંઘ પ્રમુખ શ્રી વી.એલ. લાધવા , પૂર્વ શિક્ષક સંઘ પ્રમુખ શ્રી ધાંધલ્યા પ્રાગજીભાઈ, મહામંત્રી શ્રી મથુરભાઈ ઢાપા ,
શ્રી જીતુભાઇ બારૈયા , રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ વિજેતા શ્રી કેશવજીભાઈ ભટ્ટ , સંઘ કારોબારી સદસ્ય શ્રી વિનોદભાઈ જાની  તથા તમામ મહેમાન શ્રીઓ , તમામના નામ અહીં લખવા સમયના સંકોચ  અને  માધ્યમના લીધે શક્ય નથી તો ક્ષમ્ય ગણશો.
આપ સર્વે ની હાજરી અમારા માટે છોડ ને પાણી ના સિંચન જેવી સાબિત થઈ છે , અમે ખૂબ પ્રોત્સાહિત થયા .અમે શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરીયે છીએ.


આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ (અધેવાડા )
ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બાપુ નું સ્વાગત સામૈયું શાળા પરિવાર તેમજ ગ્રામજનો વડે સુંદર રીતે ગોઠવાયેલ .

ત્યારબાદ પૂજ્ય બાપુ અને મહેમાન શ્રીઓ વડે દીપ પ્રાગટય કરાયું અને કૃષ્ણભક્તિનું ખૂબ સુંદર  અભિનય ગીત શાળાની વિદ્યાર્થીની બહેનો વડે રજુ થયું.

    પૂજ્ય બાપુ એ પોતાની સુંદર શૈલીમાં આશીર્વચન પાઠવેલ અને બાપુએ પોતાના સંસ્મરણોમાં સાહેબ શ્રી હરેશભાઇ લાધવાની શિક્ષક તરીકે ની કારકિર્દી ની શરૂઆતની યાદ અપાવી આજે નિવૃત્તિ ની પળો એ શુભકામનાઓ પાઠવી.

પૂજ્ય બાપુ એ શ્રેષ્ઠ શિક્ષકના ફરજ , જવાબદારી વર્ણવી અને ઉદાહરણરૂપ વ્યક્તિત્વ , કર્તવ્યનિષ્ઠ શિક્ષક અને ઉત્તમ શિક્ષક  તરીકે શ્રી લાધવા હરેશભાઇ ને  શાલ વડે બહુમાન બક્ષી આશીર્વચન પાઠવ્યા હતા.

પૂજ્ય બાપુ એ વિદાય લઈ રહેલા બંને વડીલ શિક્ષક શ્રીઓ નું બહુમાન કરેલ .


પૂજ્ય બાપુની સાથે  શાળા સ્ટાફગણ વડે  વિદાય લઈ રહેલા બન્ને સાહેબ ને પ્રશસ્તિપત્ર તેમજ ભેટ અર્પણ કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરેલ.


શાળા પરિવાર , વિદ્યાર્થીગણ , ભુતપૂર્વ વિદ્યાર્થીઓ , તેઓના મિત્ર સમુદાય વગેરે વડે સાહેબો ને યાદગીરી સ્વરૂપે સુંદર અને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી.

સ્વાગત ગીત , અભિનય ગીત , લાગણીસભર વિદાય ગીત વગેરે રજૂ થયા.

આ પ્રસંગે ગાવામાં આવેલ વિદાયગીત ,
 " સુના હૈ આંગન , સુના હૈ સ્કૂલ ,
 ગુરુજી ના જાઓ, યહી કહતે હૈ હરપલ "
આ સમયે દરેકની આંખોમાં વિદાય વિરહ જોવા મળ્યો હતો.


વિદાયના આ પ્રસંગે શાળા ના સાથી શિક્ષકો ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ,શાળાના વિદ્યાર્થીઓ , ભુતપૂર્વ શિક્ષક શ્રી ઓ વગેરે એ પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા.

વિદાય પ્રસંગ વેળાએ ખૂબ લાગણીસભર પળો અનેકવાર સર્જાય હતી.

બન્ને સાહેબ તરફથી શાળાને  પણ ભેટ સ્વરૂપ યથાશક્તિ રકમ અર્પણ કરવામાં આવી હતી તે બદલ શાળા તેમનો હૃદયથી આભાર માને છે.





આ પ્રસંગે મળેલા સાથ , સહકાર અને સંપૂર્ણ સહયોગ  માટે શાળા દરેક માટે આભાર વ્યક્ત કરે છે.

સહભાગી બનેલા તમામ ગ્રામજન નો શાળાપરિવાર ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરે છે.


મારા શાળા પરિવાર, ગ્રામજનો,મહેમાન શ્રીઓ દરેકનો  આભાર વ્યક્ત કરું છું. અમારા શૈક્ષણિક જગતના મિત્રો અને  આમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહેલા અતિથિ શ્રીઓ સહિત તમામ સહૃદયી મિત્રો નો  હું આભાર વ્યક્ત કરું છું.

ગુરુવંદના પ્રસંગમાં સહભાગી થયેલા તમામ નો ફરી ફરી આભાર માનું છું.

આગામી તમામ પ્રસંગે સહયોગ મળતો રહે તે અપેક્ષા સાથે ...

અસ્તુ...

વંદે માતરમ......




વધારે ફોટો જોવા નીચે વધુ વાંચો ઉપર ક્લિક કરો

કેળવણી એટલે કેળવવું

વિદાય

Shree Makhaniya Smart School વિદાય અહેવાલ – ૨૦૧૯ ત્રિવિધ કાર્યક્રમ તારીખ :-૦૪/૦૫/૨૦૧૯ या कुन्देन्दुतुषारहारधवला य...