શનિવાર, 9 માર્ચ, 2019

આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે.આજ રોજ મેઘાણીજી ની યાદરૂપે શાળામાં બાળકોને મેઘાણીના વ્યક્તિત્વ અંગે પ્રવચન કર્યું અને મેઘાણીની જીવનગાથા વિશે માહિતગાર કર્યા.
તેમના ગીતો સાંભળી બાળકો પ્રસન્ન થયા અને બાળકોએ પણ ચારણકન્યા ગીતનું સમુહગાન કર્યું.




*કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક તેમજ રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીજીની પૂણ્યતિથી નિમિતે તેમને મારી હ્રદયપૂર્વક સ્મરણાંજલિ સહ નતમસ્તક પ્રણામ.*



હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા,
કલમ વખાણું કોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ !



*દુલા ભાયા ‘કાગ’નો આ દુહો મેઘાણીની એક આગવી લાક્ષણિકતા તરફ આપણું ધ્યાન ખેંચે છે. મેઘાણી એક એવા સર્જક છે જેનાં હાથ-દિલ-કલમ-જીભ સતત એકબીજાના સંવાદમાં રહીને જ વર્તતાં હતાં. હાથ, કલમ અને જીભ વડે મેઘાણીએ એ જ આરાધ્ય દેવતાની ઉપાસના કરી છે જે એમના દિલને માન્ય હોય. હૈયે કશુંક હોય અને હોઠે કંઈક બીજું આવે એવું તેમની બાબતોમાં ભાગ્યે જ બનતું.*


જન્મ:17/08/1897 અવસાન:09/03/1947


દેશ જ્યારે આતંકવાદની સમસ્યા સામે લડી રહ્યો છે અને રોજ યુવાન સૈનિક જ્યારે દેશ માટે કુરબાન થઈ જાય છે ત્યારે શ્રી ઝવેરચંદ મેઘાણીજી ની રચના યાદ આવે છે. તે અહીં પ્રસ્તુત છે.



                કોઈનો લાડકવાયો
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.
          – ઝવેરચંદ મેઘાણી

રજુકર્તા :- હરિકૃષ્ણભાઈ એમ. નાંદવા
અમારી યુટ્યૂબ ચેનલની મુલાકાત લેવા
અહીં ક્લિક કરો.https://bit.ly/2NT3FOy


                            આભાર

કેળવણી એટલે કેળવવું

વિદાય

Shree Makhaniya Smart School વિદાય અહેવાલ – ૨૦૧૯ ત્રિવિધ કાર્યક્રમ તારીખ :-૦૪/૦૫/૨૦૧૯ या कुन्देन्दुतुषारहारधवला य...