ગુરુવાર, 22 માર્ચ, 2018

3d ટેકનોલોજી હવે સ્કૂલના આંગણે.

આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. વન્દે માતરમ

શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઇમરી સ્કૂલ.


શિક્ષણ માં પરિવર્તન..
પુસ્તકના ઉપયોગ થી પરંપરાગત રીતે હંમેશા આપણને જ્ઞાન નો ખજાનો મળતો રહ્યો છે.

 પણ આપણે જાણીએ છીએ કે અત્યાર નો સમય ટેકનોલોજી નો સમય છે માટે અભ્યાસ માં પણ ટેકનોલોજી નો ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓને અંગ્રેજી ,ગણીત-વિજ્ઞાન અને સમાજ જેવા વિષય ની સમજ ઉત્તમ રીતે મળી રહે તે ખુબ જ જરૂરી છે.







 ટેકનોલોજી સભર અભ્યાસ ને Smart Learning કહેવામાં આવે છે અને આપણી સંવેદનશીલ સરકાર પણ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી સભર ગૃપ શિક્ષણ માટે પૃયત્નશીલ છે.

તો માખણીયા સ્માર્ટ સ્કૂલ પણ કેમ પાછળ રહે.
અગ્રેસર જ હોય.

છેલ્લા ઘણાં વર્ષો થી હજારો ફિલ્મો બની પણ વિદ્યાર્થીઓના શિક્ષણ કે મનોરંજન માટે કંઇ વધારે આપી શકી નહીં.
જયારે વિદેશમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ ધ્યાન આપી 3D એજયુકેશન ફિલ્મો બનાવવામાં આવે છે.

આપણા દેશમાં પણ થોડી ઘણી 3D ફિલ્મો બની પરંતુ થીયેટર ની મોંઘી ટીકીટ ના કારણે વિદ્યાર્થીઓ ત્યાં સુધી પહોંચી શકયા નહી.

 સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ 3D ફિલ્મ જોઈ શકે માટે મોટા શહેરોમાં પ્લેનેટોરીયમ બનાવવામાં આવ્યા પણ બધા વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકતા નથી અને તેઓ વાહનવ્યવહાર નો ખચઁ પણ વહન કરી શકતા નથી.

શિક્ષણમાં જાગૃતિ, બદલાવ  અને નવિનીકરણ આવે તેના માટે શ્રી માખણીયા સ્માર્ટ સ્કૂલ એક ઉત્તમ દૃષ્ટિકોણ અને દીર્ઘદર્શી  કાર્ય હાથ ધરે છે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ના સફળ પ્રયોગ પછી 3d ટેકનોલોજી નો અખતરો વિચાર્યો.

એ ઉપરાંત જૂની પણ આનંદદાયક AR ટેકનોલોજી થી બાળકો અવગત થયા.


વિધવિધ એજ્યુકેશન ના સોફ્ટવેર થકી વિષયજ્ઞાન અપાય છે.

અંગ્રેજી માટે Learn Vita સોફ્ટવેર ના ઉપયોગ થકી ઉત્તમ પરિણામ મેળવી શકાયું છે.

શીખવાની ધગશ જેમાં છે તે મેટ્રોસિટી ના વિદ્યાર્થીઓથી કશું ઓછું અહીં મેળવતા નથી.

હાલ વાત છે 3d મુવીની.
પ્રશ્ન હતો ખાસ 3d જોવા માટે ના ચશ્મા.

તે દિલ્હી થી ઓનલાઇન મંગાવવામાં આવ્યા.

3d કન્ટેન્ટ પણ એકઠું કર્યું કે જેમાં મનોરંજક , અભ્યાસલક્ષી , પ્રાણીજગત , હ્યુમન બોડી મતલબ કે શરીર વિજ્ઞાન ,ડર ઉભો કરનાર હોરર તેમજ વિજ્ઞાનને લગતા અમેરિકાની  નાસા સંસ્થાના પૃથ્વી અને અન્ય ગ્રહ તેમજ સૌરમંડલ ની વિસ્તૃત સમજ આપતો સરસ મજાનો માહોલ ઉભો કરનાર શો વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યો.

બાળકોને ખૂબ મોંઘા ખર્ચે જોવા મળતો શો સાવ ફ્રી બતાવવામાં આવ્યો.
ખૂબ મજા પડી વિદ્યાર્થીઓને અને અભ્યાસમાં પણ હાલના અને ભવિષ્યના સમય માં આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તેમજ 3d ટેકનોલોજી ખૂબ ઉત્સાહ પૂરો પાડશે અને અઘરા તેમજ અમૂર્ત ખ્યાલો ને જીવંત  અને મૂર્તિમંત કરી કઠિન વિષયવસ્તુ સમજવામાં સરળતા રહેશે.
પરિવર્ત
દુનિયા થી કંઈ પાછળ થોડા રહીયે.
 અને ગ્રામીણ ટેલેન્ટેને રાજ્ય તેમજ દેશ ની વિકાસગાથા માં સમાવેશ કરવાનો ઉત્તમ ઉદ્દેશ્ય છે.
ખૂબ બધી પ્રવૃતિઓ થકી કશીક નક્કરતા તરફ દોટ ભરી રહેલી શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઇમરી સ્કૂલ માં આપનું સ્વાગત છે.

જય હિન્દ
વંદે માતરમ

ઇનોવેશન

આત્મીય શ્રી , નમસ્તે .
🌸🌸શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઈમરી સ્કૂલ🌸🌸
     
    🌺નવી દિશા , નવી ઉડાન🌸
           
             ન્યુ ઇનોવેશન

કેળવણી એટલે કેળવવું

વિદાય

Shree Makhaniya Smart School વિદાય અહેવાલ – ૨૦૧૯ ત્રિવિધ કાર્યક્રમ તારીખ :-૦૪/૦૫/૨૦૧૯ या कुन्देन्दुतुषारहारधवला य...