આત્મીય શ્રી ,
નમસ્તે ,
શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે.
ટેકનોલોજી ની દુનિયામાં આપનું સ્વાગત છે.શાળા વડે બ્લોગ , વેબસાઈટ અને અન્ય સોશિયલ માધ્યમ આપના સંપર્ક અને પ્રોત્સાહન હેતુ નિર્મિત કરવામાં આવ્યા છે.
આ બ્લોગ ,વેબસાઈટ,યુટ્યુબ ચેનલ, એન્ડ્રોઇડ એપ્લિકેશન, વોટ્સએપ ગ્રુપ એ શાળા પરિવાર ,વાલીગણ તેમજ શિક્ષણજગત , શિક્ષક કર્મચારી મિત્રો ,ગ્રામજનો નો સંપર્ક સેતુ છે. શાળા એક્ટિવિટી કેલેન્ડર તેમજ અન્ય કાર્યક્રમો થી આપ સતત અમારા સાથે જોડાયેલ રહી , નિયમિત મુલાકાતી બન્યા રહી પ્રેરણાં અને પ્રોત્સાહન આપતા રહો એવી અપેક્ષા વ્યક્ત કરીયે છીએ.આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે.
શાળાની વેબસાઈટની મુલાકાત લેવા
ઉપરની લિંક ઉપર ક્લિક કરશો
તેમજ
શાળાના બ્લોગની મુલાકાત લેવા
નીચે લિંક ઉપર ક્લિક કરશો
આ ઉપરાંત શાળાના ફેસબુક પેજ માં જોઈન થવા નીચે લિંક પર ક્લિક કરવા વિનંતી છે.
શાળાની યુટ્યુબ ચેનલ નિહાળવા આપ અહીં નીચે આપેલ લિંક યુટ્યુબ એપ્લિકેશન માં ખોલશો.
આ ઉપરાંત સ્કૂલ ની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા આપ નીચે ની લિંક પર ક્લિક
કરી ડાઉનલોડ બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો.અમારા
વિદ્યાર્થીઓ માટે પણ આ એપ્લિકેશન માં અભ્યાસમાં ઉપયોગી સાહિત્ય મળી રહેશે.
આ એપ્લિકેશન સમયાંતરે અપડેટ થતી રહે છે .તો આપને નમ્ર વિનંતી છે કે સમયાંતરે આપ શાળાના બ્લોગ પર થી એપ્લિકેશન નું નવું વર્ઝન ડાઉનલોડ કરતા રહેશો.
આપ સ્કૂલ ની ટેલિગ્રામ ચેનલ માં દરેક પ્રકાર ની ટેક્નિકલ માહિતી , નવી ટેકનોલોજી , તેમજ શાળાની એક્ટિવિટી વિશે માહિતગાર થવા જોડાઈ શકો છે. જોઈન થવા માટે પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી Telegram એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે . ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી આપ સ્કૂલની ટેલિગ્રામ ચેનલ માં જોઈન થઈ શકાશે.
સ્કૂલ ના વોટ્સઅપ ગ્રુપ માં જોઈન થવા માટે આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.
આપના કોઈ સૂચન આવકાર્ય છે.
આ દરેક માં કોઈ ક્ષતિ રહી જવા સંભવ હોઈ તે સૂચન કરી અમારા ધ્યાનમાં લાવવા વિનંતી .
વિશેષ માં તો આપને જાણ છે જ કે આપણી શાળા સમયાંતરે બાળકોના સર્વાંગીણ વિકાસ અર્થે વિવિધ ઉજવણી , વિવિધ કાર્યક્રમો , ઉત્સવો નું આયોજન કરી જ રહી હોય છે.
તો આવો જ એક પ્રસંગ , આવીજ એક ઉજવણી આપણી શાળામાં થવા જઈ રહી છે.
અને તે છે ,
"નિવૃત્તિ વંદના"
અમારા વડીલ શિક્ષક , માર્ગદર્શક અને પ્રેરણાદાયી એવા
શ્રી લાધવા હરેશભાઇ સાહેબ
તેમજ
શ્રી ધાધલ્યા નંદરામભાઈ મોહનભાઇના
વિદાય સમારંભ પ્રસંગમાં આપ સૌને અમારું સ્નેહભર્યું આમંત્રણ છે.
કાર્યક્રમ તારીખ 22/10/2017,રવિવાર ના રોજ આયોજિત કરેલ છે.
સમય :- સવારે 9: 00
આપ સૌનો સાથ , સહકાર અને માર્ગદર્શન હંમેશા ની જેમ મળતા રહે છે તે આનંદદાયક છે.
ગુરુવંદના કાર્યક્રમ માં આપ સૌ ઉપસ્થિત રહી આ પ્રસંગ
દીપાવજો.
આપ આ કાર્યક્રમ માં શાળાએ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરશો.
આ પ્રસંગે ભાગવત કથાકાર , પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.
ગ્રામજનો , વાલીગણ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વડીલો તથા શિક્ષણજગત ના સૌ સારસ્વત મિત્રો , મહેમાન શ્રી ઓ
આપ સૌ કોઈ આ નિવૃત્તિ-વિદાય-ગુરુવંદના પ્રસંગમાં હાજર રહી અમારા ઉત્સાહમાં વધારો કરવા વિનંતી છે.આપનું માર્ગદર્શન,સલાહ,સૂચન અમારા માટે ઈચ્છનીય છે.શાળા પરિવાર- વિદ્યાર્થીઓ ને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.
જય હિન્દ.
વન્દે માતરમ .
શ્રી શારદાય નમઃ
અમારા શાળા પરિવાર ના JSK