- આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે. આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા. આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે. વન્દે માતરમ
SHREE MAKHANIYA SMART PRIMARY SCHOOL
CREATED BY : H.M.NANDAVA
BLOG : https://goo.gl/dpQHt8
પુસ્તકમાં જ્ઞાન છે, પણ ધ્યાન રહે પુસ્તક એ જ્ઞાન નથી.
·
મતલબ
કે માત્ર પુસ્તક થી નહીં પણ વિજ્ઞાન નો વ્યવહાર માં ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે ખૂબ
જરૂરી છે .
·
શિક્ષકનું અગત્યનું
મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
·
શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
·
બાળકોને
ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
·
“મહાન શિક્ષકના ચરણોમાં એક દિન, પુસ્તકોમાં હજારો દિનો કરતાં વધારે સારો છે.”—જાપાનીઝ કહેવત.
The true teachers are those who help us think for
ourselves.
MY NATION –MY PRIDE મારો દેશ મારું ગૌરવ .
ઉત્તમ શિક્ષણ થકી
શ્રેષ્ઠ રાષ્ટ્રનું ઘડતર હું કરીશ .
India my nation, my pride
|
હે મા શારદે
|
To be an Indian I need to
ride,
From North to South and East to West.
India my nation, my
pride….
This
is the land of sacrifice
This
is the land of peasants
This
land is full of price,
The
price of the heroes
Who
sacrificed their lives?
India
my nation, my pride….
This
land is filled with beauty
The
beauty to cherish all over
To
save our country is our duty
The
duty is forever
India
my nation, my pride…
We
are proud to be Indian
We
are proud to be free
We
are proud for our soldiers
Who
are huge trees
India my nation, my pride
શિક્ષક મારી નજરે ...........................
મને ખાલી
પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક
છું.
મને માનવ
ધર્મનો સાર ન આપો, હું શિક્ષક
છું.
મારે સાંકળ નહીં ઝાકળ ઝીલવાની હોય છે,
આંખે મારી સરોવર બંધિયાર
ન આપો, હું શિક્ષક છું.
મારે તો ચાંદ
સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં,
સાવ મને મશીનનો
આકાર ન આપો, હું શિક્ષક
છું.
હું મથું છું ચોમાસું
જીવતું કરવા રોજેરોજ,
મને સુકકા રણની રેતી ચિક્કાર ન આપો, હું શિક્ષક છું.
હું તો શાળાના
વૃક્ષનું પતંગિયું છું ભલા આમ,
લડવા હવા સાથે
મને તલવાર ન આપો, હું શિક્ષક
છું.
હથેળીમાં મે હુંફ સાચવી છે લાગણીની,
તમે મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું.
આખો હિમાલય
ખળભળે છે મારી
ભીતર,
મને ખળખળ
કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક
છું.
મારી ડાળે ડાળમાં ફુટે છે આનંદની ટશરો,
મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું.
હું નથી મ્હોતાજ
કોઈ અવોર્ડ કે પ્રમાણપત્રોનો,
ખોટો સાવ નાટકીયો
પ્યાર ન આપો, હું શિક્ષક
છું.
હું ફુલ છું નાજુક ભણતરનુ, ભણાવવા દ્યો,
કરમાઈ જાવ એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું.
શાળા, બાળક, શબ્દો ને પ્રેમ
ચાર ધામ છે મારા,
મને કાશી, મથુરા
કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક
છું. ( લેખક
અજ્ઞાત – વેબમાંથી સાભાર )
હૃદયમાંથી મારા વિદ્યાર્થી
પ્રત્યે સ્નેહભાવ સાથે કુશળ શિક્ષક બનવા વિદ્યાર્થીઓમાં ભરોસો પેદા કરી ભણતરને નવું નવું શીખવાની ચેલેંજ બનાવાની ઈચ્છા સાથે..........
Please stop teaching my
children that everyone gets a trophy just for participating. What is this, the
Nobel Prize? Not everybody gets a trophy.”
– Glenn Beck
– Glenn Beck
“Who questions much, shall
learn much, and retain much.”
– Francis Bacon
– Francis Bacon
“You will either step forward
into growth, or you will step backward into safety.”
– Abraham Maslow
– Abraham Maslow
“The real key to learning
something quickly is to take a deliberate, intelligent approach to your
learning.”
– Lindsay Kolowich
– Lindsay Kolowich
“Develop a passion for
learning. If you do, you will never cease to grow.”
– Anthony J. D'Angelo
– Anthony J. D'Angelo
“The essence of knowledge is,
having it, to apply it; not having it, to confess your ignorance.”
– Confucius
– Confucius
દરેક વિદ્યાર્થી પોતાનું બાળક છે તેમ માની કોઈ ફૂલછોડની જેમ તેનો
બૌધિક ઉછેર કરવો એ ફરજ સમજી શક્ય એટલા પ્રયત્નો વડે તેમને સફળ બનાવવા એ ધ્યેય
નિહિત છે .
સં ગચ્છધ્વં સં વદધ્વં સં વો મનાંસિ જાનતામ્ । દેવા ભાગં
યથા પૂર્વે સંજાનાના ઉપાસતે ॥
આ મંત્રને આત્મસાત કરી દરેક વ્યક્તિ ટીમવર્ક
કરે છે ત્યારે તમામ સિધ્ધિઓ સિદ્ધ થાય તે અનુભવસિદ્ધ છે .
શા
માટે અંગ્રેજી ભાષાનું આટલું મહત્વ ???
વિશ્વ સાથે કદમ
મિલાવવા ભારત ડિજિટલાઇઝ થવા ભણી આગળ ધપી રહ્યું છે ત્યારે ઇંગ્લિશ ભાષા આજના સમયની
જરૂરિયાત બની ગઇ છે.
·
જો ઇંગ્લિશ આવડતું હશે
તો તમે દેશના કોઇપણ ખૂણે નહીં અટકો..
·
પરંતુ અંગ્રેજી ભાષાના
જ્ઞાનનો અભાવ છે.
આ અભાવનું મુખ્ય કારણ એ પ્રકારનું વાતાવરણ ન મળતું હોય તે અન્યાય ગણાય .
·
ગુજરાતની
યુવાપેઢી માટે એક સમસ્યા છે, ડિગ્રી મળે છે પણ અંગ્રેજી લખતાં કે બોલતાં તકલીફ પડે છે. ઉપાધિ લેવાની બાબતમાં ગુજરાતનો ગુજરાતી વિદ્યાર્થી શિક્ષિત
છે પણ અંગ્રેજી બોલવાની બાબતમાં એ દીક્ષિત નથી.
·
ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી વખતે આ
બુનિયાદી નિયમ ભૂલી જવાયો છે. માટે અંગ્રેજી બાર, સોળ, અઢાર વર્ષો સુધી ભણાવ્યા પછી પણ ગુજરાતના ગુજરાતી
વિદ્યાર્થીને અંગ્રેજી બોલતાં ફાવતું નથી, અંગ્રેજીના
લેખનમાં ભૂલો વાકયે વાકયે ઉભરાતી હોય છે, અને એનું અંગ્રેજી
વાચન લગભગ નથી . હિંદુસ્તાનના જોબમાર્કેટમાં ઊભા રહેવું હશે તો અંગ્રેજી પર
પ્રભુત્ત્વ જોઈશે. અંગ્રેજી વિના ઉદ્વાર નથી તો.
·
અંગ્રેજી કોમ્પ્યૂટરની, વ્યવહારની,
વ્યાવસાયિક
આદાન-પ્રદાનની પ્રમુખ ભાષા બની ગઈ છે એ સ્વીકારવું પડશે.
·
અંગ્રેજી સુધારવાનું એક બાકાયદા
અભિયાન શરૂ કરી દેવું પડે તેમ છે ..
·
અંગ્રેજી ભાષાને જેટલું પ્રાધાન્ય મળવું જોઇએ તેટલું
મળ્યું નથી.
તો
હવે સમય આવી ચુક્યો છે યા હોમ કરીને કુદવાનો ........
·
અંગ્રેજી
માધ્યમનાં વિદ્યાર્થીઓની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં અને
બહારની દુનિયામાં તુલનાત્મકરૂપે પોતાની પ્રતિભા સાબિત કરવાની ઘણી બધી અને વધારે
સારી તકો મળે છે. આ બાબતમાં આંકડાઓ પણ અંગ્રેજીની તરફ્ણમાં જાય છે. જેમ કે વર્ષ
૨૦૧૬માં સિવિલ સર્વિસની પરીક્ષામાં ૩૭૭માંથી ૨૮૦, ૨૦૧૭માં ૩૬૯માંથી ૨૮૭
અને ૨૦૧૮માં ૩૭૦માંથી ૨૮૦ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ એવાં એન્જિનિયરિંગ, ટેકનોલોજી,
મેડિસિન, ફર્મસી અને સાયન્સ માધ્યમમાંથી હતાં.
·
આજની યુવા પેઢી એ સારી રીતે જાણે છે
કે વૈશ્વીકરણના આ યુગમાં રોજગારી મેળવવાથી લઈને લગભગ દરેક મોરચે અંગ્રેજી ભાષા
આવડવી અનિવાર્ય છે. એટલે જ તે ભાષા બચાવોની ગગનભેદી ગુલબાંગો વચ્ચે પણ અંગ્રેજીને
વળગી રહી છે.
·
એક બાબતે તેઓ બહુ
સ્પષ્ટ છે કે કારકિર્દીથી લઈને વિશ્વનાં પગલે તાલ મિલાવવા માટે અંગ્રેજી ફ્રજિયાત
છે માટે તેને છોડીશું તો હાંસિયામાં ચોક્કસ ધકેલાઈ જઈશું. કેમ કે અનેક દેશો વચ્ચે
પ્રત્યાયનની તે કોમન અને મહત્વની ભાષા છે. તે શીખવી અને બોલવી સરળ છે. વ્યવહારિક
દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. વર્તમાનમાં તે એક એવી ભાષા છે જેનાથી આપણે
આખી દુનિયા સાથે જોડાઈ શકીએ છીએ.
·
સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં સંદર્ભમાં
તો તે ઓર મહત્વની છે કેમ કે મોટાભાગનાં સંશોધન ગ્રંથો અને ઉત્તમ સ્ટડી મટિરિયલ
અંગ્રેજીમાં હોય છે.
·
ત્યારે સમયની માંગ છે કે માતૃભાષા
બચાવોનાં ઝંડા લઈને ફરતા લોકો, કે
જેમનાં ખુદનાં બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોય છે, તેમણે પણ દંભનો અંચળો ફ્ગાવી દઈને
અંગ્રેજીની અનિવાર્યતા સ્વીકારી લેવી રહી. પ્રયાસ કરવો હોય તો ચીન જેવો કરવો પડશે.
બધું જ જ્ઞાન ભાષાના ભાર વિનાની સરળ હિન્દી કે ગુજરાતીમાં અનુવાદ કરી દેવું પડશે.
·
અંગ્રેજી એ દુનિયાભર ના 50 થી પણ વધુ દેશો મા સ્વીકૃત ભાષા છે. આજે દુનિયા માં 350 મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી તેમની માતૃભાષા તરીકે વાપરે છે,જેમા 55 મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા અંગ્રેજી માં બોલે છે. જેમની માતૃભાષા અંગ્રેજી નથી અને અંગ્રેજી બોલે છે તેવા ૧ બિલિયન કરતા પણ વધારે છે.
·
આમતો અંગ્રેજી પ્રમાણમા ખૂબ સરળ ભાષા છે. થોડા પ્રયાસ કરવાથી તમે જલ્દીથી અંગ્રેજી બોલતા થઇ જશો અને તમે રોજીંદા વપરાશમાં અંગ્રેજી ને ઉપયોગ કરી શકો છો.
·
અંગ્રેજીના પ્રભાવમાં ન આવી જઇએ, પરંતુ અંગ્રેજીના અભાવે પાછા ન પડીએ તે માટે પણ અંગ્રેજી શીખવું જોઇએ. વર્કેબલ અંગ્રેજી શીખો તો તમારા જીવનમાં તકો વધી જ જાય. લર્નીંગ, અર્નીંગ, કોમ્યુનીકેશન, જોબ, બિઝનેશ, કેરીયર ડેવલપમેન્ટ તેમજ પર્સનાલીટી ડેવલપમેન્ટ એ તમામ ક્ષેત્રોમાં અંગ્રેજી શીખવાથી જબરજસ્ત ફાયદા થાય છે. અંગ્રેજી સહેલામાં સહેલી ભાષા છે. માટે તેનો ડર કાઢી તેનું વર્કેબલ નોલેજ લેવું જોઇએ.
·
તમે અંગ્રેજી ભાષા શીખશો તે તમને આખી દુનિયા મા જ્યા પણ અંગ્રેજી બોલતુ હશે ત્યા બોલવા તથા સમજવા માટે કામ લાગશે.
·
અંગ્રેજી ઍક આંતરરાષ્ટ્રીય ભાષા છે
અંગ્રેજી બોલતા શીખવાથી તમે દુનિયાભર ના કેટલાય લોકો સાથે વાતો કરી શકશો.
અંગ્રેજી બોલતા શીખવાથી તમે દુનિયાભર ના કેટલાય લોકો સાથે વાતો કરી શકશો.
·
તમને નોકરી મળવાની સંભાવનાઓ વધારો થાય છે.
અંગ્રેજી નુ સારુ ભણતર ઍ ઘણી નોકરીઓ માટે ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંગ્રેજી સૌથી વધારે વપરાતી ભાષા છે.
અંગ્રેજી નુ સારુ ભણતર ઍ ઘણી નોકરીઓ માટે ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંગ્રેજી સૌથી વધારે વપરાતી ભાષા છે.
·
જો
તમે થોડું અંગ્રેજી જાણતા હો તો અંગ્રેજી
બોલતા દેશનો પ્રવાસ કે રહેવાસ ખૂબ સારો બની રહે છે. ઍવા
દેશો જ્યા અંગ્રેજી વધુ નથી બોલતુ ત્યા પણ તમારુ આ ભાષા નુ ભણતર તમને ઘણુ કામ
લાગશે
– William Hazlitt
“Kids don’t remember what you
try to teach them. They remember what you are.”
– Jim Henson
– Jim Henson
“By crawling, a child learns to stand.”
– Hausa
“Children just need the time, the space, and
the permission to be kids.”
– Angela Hanscom
– Angela Hanscom
મારી અભિલાષા..........................
· એવી કોઈ પણ મુલ્યવાન ચીજ નથી કે જે
પુરુષાર્થ વગર પ્રાપ્ત કરી શકાય.
એટલે સખત અને સતત મહેનતની તૈયારી હતી જ. પણ જયારે શ્રદ્ધાનું જલસીંચન થાય છે, ત્યારે જ પરિશ્રમ નું વૃક્ષ સારા ફળ આપે
છે. આ વિચારને હૃદયસ્થ રાખી શિક્ષણનો આરંભ કર્યો ત્યારે જેટલો વિશ્વાસ હતો તેનાથી
વધુ સફળ થયો .
·
પ્રતિભા મહાન કાર્યોનો
પ્રારંભ કરે છે પણ એને પૂરાં તો પરિશ્રમ જ કરે છે. એટલે થાકવાનું નથી એ મનમાં નક્કી રાખીને વિષયને સરળ
બનાવવા શક્ય પ્રયત્નો વિચાર્યા .
·
તમે સપના જોઈ શકો છો, તો તેને તમે પૂરા પણ કરી
શકો છો : - ( વાલ્ટ ડિઝની) ભાષા વિના દુનિયા પાંગળી છે મનમાં અંગ્રેજી શિક્ષણમાં સફળ થવું તે સપનું જાગ્રત અવસ્થામાં સતત વિચારમાં રહેતું .
·
અને જો નિષ્ફળતા મેં તો સ્વામી
વિવેકાનંદ નું સુત્ર યાદ જ હતું કે “ નિષ્ફળતા એ અધૂરા કરેલા
પ્રયાસોનું પરિણામ છે .” એટલે ફરીથી પ્રયત્ન કરવાનો અને બાળક શીખે તેવા પ્રયત્નો
કરવાના જ .
“A smart man makes a mistake, learns from it,
and never makes that mistake again. But a wise man finds a smart man and learns
from him how to avoid the mistake altogether.”
– Roy H. Williams
આ સુવિચાર મુજબ શક્ય હોય એટલા સફળ શિક્ષકોના કે અન્ય સફળ વ્યક્તિઓના જીવનમાંથી
શીખ્યા કરીને સફળતા પામવાના પ્રયત્નોમાં લાગ્યા રહેવું એ ભૂલ્યો નથી . જ્યાંથી મળે
ત્યાંથી નવો વિચાર ,નવી પદ્ધત્તિ અપનાવીને શિક્ષણકાર્યમાં લાવવું એ ટેવ ખુબ
ફાયદાકારક સાબિત થઇ છે.
·
અંગ્રેજી શિક્ષણમાં
ક્વોલીટી બેઝ્ડ સફળતા માટે અનેક પ્રવુત્તિઓ ગોઠવાય છે . જેમાં મુખ્ય હેતુ
બાળકના અંગ્રેજીમાં કચાશ ન રહે તે ખાસ
જોવામાં આવે છે .
·
સૌ પ્રથમ તો તેઓ
ધોરણ ૬ માં પ્રવેશ મેળવે ત્યારે અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન તપાસી
દરેકને તેની કક્ષા મુજબ આગળ વધારવાનું
નક્કી થાય છે. દરેકને એક સમાન ભણાવવું એ વ્યાજબી નથી.તેમને અભ્યાસમાં જ્યાં
પહોચ્યા ત્યાંથી આગળ લઇ જવામાં આવે છે . આ દરેકમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
·
બાળકોને અંગ્રેજીમાં
પાયાનું જ્ઞાન કેટલું છે તે તપાસવા માટે ABCD, અંગ્રેજી કક્કો અને
બારક્ષરી અને અંગ્રેજીમાં નામ,
સ્પેલીંગ,
This, That વાળા વાક્યો ની Pre-test લીધી. Pre-Test બાદ
અંગ્રેજી મુળાક્ષરો, નામ, સ્પેલિંગ તેમજ This, That, It જેવા સામાન્ય
વાક્યોથી Step by Step આગળ વધારવામાં આવ્યા .
·
ખાસ તો તેમને શીખવાડી
જ દેવું તેના કરતા તેમને શીખતા કરવા એ મહેનત માગી લેતું કામ છે. તેઓને કેમ શીખવું
, ટેકનોલોજીનો વ્યાજબી ઉપયોગ કરી કઈ રીતે શીખવું તેનું દિશાસૂચન કરવામાં આવે છે.
·
ત્યારબાદ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તો બાળકો માટે આશીર્વાદ સમાન સાબિત
થયો છે. તેનો ઉપયોગ કરી શૈક્ષણિક મુદ્દાઓ વધુ સારી રીતે સમજાવી શકાય છે.
·
અલગ અલગ પ્રકારની ઘણી
બધી એન્ડ્રોઈડ એપ્લીકેશન નો પરિચય આપી બાળકને ઘરે પણ અંગ્રેજીનું અધ્યયન કરવાનો
મોકો મળે તેવું આયોજન કરવામાં આવે છે.
·
જેમ કે quizizz
એપ તો અમારા
માટે અત્યંત ઉપકારક સાબિત થઇ છે. બાળકનું હોમવર્ક અને ટેસ્ટ તે ઘરે પણ આપી શકે છે.
તે વિગતવાર આગળ જોઈશું .
·
વિદ્યાથીઓ સ્પેલિંગ
ગેમ , મ્યુઝીક વર્ડ , કરેક્ટ ઓર્ડર , વન ડે -વન સ્પેલિંગ નો રુલ , વિધાર્થીઓમા અંગ્રેજીનો હાઉ , નિરસતા દુર કરવા Easy English , Interesting English બનાવવા માટે ઘણી નવી શરુઆત કરી .
·
જેમા વિવિધ English
Game જેવી કે
Hang man,Bingo,Word wed, Snake Ladder,
Telephone, Writing Race ,Word Building, Tongue Twister, Target letter, Spelling
Chain, Word Cone, Guessing Game , Ice
Brackar , Slap The Board , Earn Points ,Cross Word , Raja Says , Finding The Way અને અંગ્રેજીની ઘણી English Activity જેવી કે Cut Of , find the word જેવી
અનેક એપ્સ નો ઉપયોગ સમજાવ્યો અને આવી પ્રવુત્તિઓ વડે અંગ્રેજીમાં સફળતા હું મેળવી
શક્યો છું .
·
The best speller પ્રકારનો અવોર્ડ એ વિદ્યાર્થીઓ માટે સ્પેલિંગ પાકા કરવામાં
ઉત્સાહ આપે છે.
·
એક નવો વિચાર જબરદસ્ત ફાયદો કરાવે છે. જેમ કે
અંગ્રેજી વિષયમાં સ્પેલિંગમાં પડતી મુશ્કેલીઓ જોઈ એક પ્રવુત્તિ કરાવી .જેમાં
શાળાની તમામ ભૌતિક સંપત્તિના અંગ્રેજી શબ્દો બાળકો પાસે કાગળમાં paint
કરાવ્યા
અને પછી જે તે વસ્તુ પાસે તે લગાવ્યા . તો બાળક શાળા માં કોઈપણ સમયે હરતા ફરતા તે
દરેક શબ્દ વાચી શકે અને યાદ રાખી શકે છે .
·
ત્યારબાદ બાળકને અંગ્રેજીમાં પોતાનું પૂરું નામ
લખવાનું કહેવામાં આવ્યું અને તેના દરેક અક્ષર ઉપરથી તેને ગમતા માત્ર પાંચ સ્પેલિંગ
,ઉચ્ચાર અને તેનો અર્થ લખવાની પ્રવુત્તિ ભાષાકોર્નર માં કરાવવામાં આવી .
·
અને દરેક બાળક
પોતાનું પૂરું નામ લખે અને તેના દરેક અક્ષર પરથી બે બે ક્રિયાપદ લખે તે પ્રવુત્તિ
અમને ખુબ લાભદાયક બની.
·
સૌ પ્રથમ જે તે ધોરણના વિદ્યાર્થીઓને તેમનાથી
નીચલા ધોરણના પાઠ્યુપુસ્તકમાંથી પ્રોજેક્ટ સ્વરૂપે એવા શબ્દો શોધી લાવવાનું કહ્યું, જે આપણે
બોલીએ તે મુજબ જ તે શબ્દ લખી શકાય. ઉદા. ડોગ dog , god ગોડ . આ
પ્રકારે સ્પેલિંગ પાકા કરવામાં ખુબ સરળ રહે છે.
·
દરેક વિષયમાં કૌન
બનેગા કરોડપતિ સમયાન્તરે રમાડવામાં આવે છે. તેનાથી બાળકનું મૂલ્યાંકન પણ થાય અને
તેમને કંટાળો પણ નથી આવતો .
·
“જ્યોત સે જ્યોત જલે” એ શીર્ષક હેઠળ જેને
અંગ્રેજી વાચન આવડે છે તે બાળકો વાચનમાં નબળા હોય તેવા બાળકોને શીખવે તે કન્સેપ્ટ
ખુબ સફળ સાબિત થયો છે. આ પ્રોજેક્ટમાં રોજ ૧૦ મિનીટ એક બાળક બીજાને વાચન શીખવાડે અને
જ્યાં સમસ્યા આવે ત્યાં મારી હેલ્પ લે. આ પ્રકારે અંગ્રેજી વાચન સુધરે તેવા
પ્રયાસો ચાલુ છે.
·
દરેક બાળક પાસે અવનવી
પ્રવુત્તિ કરાવવામાં આવે છે . કે જે તેઓને અંગ્રેજી શિક્ષણ માં અગ્રેસર કરે છે.
·
દરેક યુનિટના વાચન
સમયે વિદ્યાર્થીઓને અપરિચિત શબ્દોના સ્પેલિંગ ,ઉચ્ચાર અને તેનો ગુજરાતી અર્થ
લખાવાય છે.
·
દરેક બાળકને તે
સ્પેલિંગ પાકા કરી પછીના દિવસે ક્રમસર વાચન કરવાનું ફરજીયાત છે. થોડી કચાશવાળા
બાળકને તેની ક્ષમતા મુજબનું વાચન ઘરે તૈયાર કરીને આવવાનું હોય છે.
·
રોજ ૧૦ સ્પેલિંગ પાકા
કરવાનું ટાસ્ક આપું છું. સફળતા ઘણી મળે છે.
·
દરેક વખતે , લગભગ રોજ
સ્પેલિંગ ટેસ્ટ હોય છે.
·
ત્યારબાદ તેમાંથી
પ્રશ્નો અને તેના જવાબ તૈયાર કરાવાય છે. બાળક જાતે ફકરો લખી તેમાંથી પ્રશ્ન બનાવી
અને તેનો જવાબ આપે તે મુજબ આયોજન થાય છે.
·
પછી જ્ઞાનકુંજમાં
એનીમેશન જરૂર મુજબ બતાવું છું. તેમાં બાળકને વધુ રસ પડે છે અને યાદ વધુ રહે છે.
·
જૂથચર્ચા અભિગમનો મારો
આગ્રહ હંમેશા રહ્યો છે. વિદ્યાર્થીઓનું જૂથ અભ્યાસિક બાબતોની ચર્ચા કરી
પોતાનું શૈક્ષણિક મૂલ્યાંકન કરી શકે છે
અને ખુબ જ શીખે પણ છે.
·
દરેક યુનિટ ની ખુબ બધી સ્પેલિંગ ટેસ્ટ ,
પ્રિન્ટર થી પ્રિન્ટઆઉટ લઇ ટેસ્ટ , શિક્ષણવિભાગ વડે લેવાતી એકમ કસોટી , QUIZIZZ ટેસ્ટ
અનેPLICKERS ટેસ્ટ
એમ આટઆટલી મૂલ્યાંકન કસોટીઓ બાળકની
લેવાય છે . તે તમામ કસોટીઓનું મારા પાસે રેકોર્ડ ફાઈલ નિભાવેલ છે. આ સૌથી વધુ
મહેનત માગી લેતી બાબત છે.
|
આ ઉપરાંત અનેક પ્રકારે બાળકના અંગ્રેજી વિષય માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. ક્રોસવર્ડ ,વર્ડસર્ચ વગેરે અનેક પ્રકારની પ્રવુત્તિઓ પ્રિન્ટેડ સાહિત્યમાં બાળકોએ કરી એ મુખ્ય છે . અને પરિણામ બધું ઓન રેકોર્ડ છે.
ઓનલાઇન કવિઝ વિથ હોમવર્ક
અદ્ભુત અદ્ભુત અદ્ભુત
વ્હાલા શ્રી માખણિયા સરકારી સ્માર્ટ પ્રાથમિક શાળાના ધોરણ
6 ,7 અને 8 ના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ ,
આજે ફરી ઇનવેશન
..............મારા માટે અતિશય મહેનત માગી લેતી પ્રવુત્તિ પણ એટલી જ સફળતા મારા
વિદ્યાર્થીઓને મળે છે.
· શીખવાની પ્રક્રિયા રસ
સાથે જોડાયેલી છે એ હકીકત સૌ માને છે. ત્યારે હાલ ની
ઇન્ટેલિજન્ટ પેઢીને જોઈએ શીખવાનો કંઇક નવો રસ્તો.
ચીલાચાલુ માધ્યમ તો જૂનું થયું.
· હોમવર્ક પણ ઓનલાઇન થાય
છે.હું એનું રિપોર્ટ કાર્ડ તપાસી શકુ છું.. ગુણાંકન થઈ જાય છે ફટાફટ. ગુણોત્સવ ઉપર ખાસ ઉપયોગી છે .
· અહીં મારા અંગ્રેજી વિષયમાં
પુનરાવર્તન અગત્યનું છે.
· ત્યારે ભણતરના ભાર વગર
અને રમત સાથે પુનરાવર્તન કરી શકાય તે રસ્તો થયો આસાન.
· ઓનલાઇન કવિઝ એ ઉપાય છે કે
જેમાં ટેક્નોસેવી બાળકો પોતે ઘરે બેઠા કવિઝ રમી શકે છે.
· આ કવિઝ હોમવર્ક પણ છે. અન્ય બાળકો સાથે સ્કોર માં હરીફાઈ થાય છે અને પોતે સ્કોરમાં આગળ
વધે તે માટે પ્રયત્નરત થાય એટલે શીખવાનો રસ વધે છે. ટેકનોલોજી સાથે નું શિક્ષણ
એટલે અધ્યેતા કોઈપણ વિષયમાં
અર્થગ્રહણ વધારે કરી શકે છે એ હકીકતનો હું સાક્ષી છું.
આ લિન્કમાં તમે દરેક વિદ્યાર્થીઓના પરિણામ જોઈ શકશો .
·
મારી ખુબ જ મહેનત માગી લે છે પણ મારા વિદ્યાર્થીઓને વધુ શીખવા મળે
છે એટલે થાક નથી લાગતો .
·
મારો અંગત અનુભવ કહું તો જયારે બાળકો ટેસ્ટ નું નામ પડે તો બાળકો રસ
ઓછો દાખવતા હોય છે .પણ આ ક્વીઝીઝ વેબસાઈટ માં ટેસ્ટ લેવાનું શરુ કાર્ય પછી
વિદ્યાર્થીઓ રોજ ટેસ્ટ લેવાનો આગ્રહ રાખે છે. અકલ્પનીય ઉત્સાહ બતાવે છે . અને
એટલું જ નહી પણ અંગ્રેજી ના
પરિણામમાં મને ખુબ સુધારો મળ્યો
છે. કેમ કે જે બાબતમાં બાળકોને રસ પડે તે ખાસ તેને આવડે પણ છે અને યાદ પણ રહે છે.
મારા અને વિદ્યાર્થીઓ એમ બંને માટે આ વેબસાઈટ આશીર્વાદ સમાન સાબિત થઇ છે . શાળાની
કમ્યુટર લેબમાં પણ વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ટેસ્ટ આપે છે .
ખૂબ બધી પ્રવૃતિઓ થકી
કશીક નક્કરતા તરફ દોટ ભરી રહેલી શ્રી માખણીયા સ્માર્ટ પ્રાઇમરી સ્કૂલ માં આપનું
સ્વાગત છે.
નવી દિશા , નવી
ઉડાન
ન્યુ ઇનોવેશન
plickers
·
ટેક્નોલોજીયુક્ત
શિક્ષણ અનિવાર્ય બન્યું છે ત્યારે રોજ નવી પદ્ધત્તિઓ આવે છે તેનો ઉચિત ઉપયોગ એ
શૈક્ષણિક ઉપલબ્ધીઓ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે.
·
મૂલ્યાંકન માટેની જજૂની
મેથડ કંટાળાજનક બની છે.
·
ત્યારે ઇનોવેશન જરૂરી
બને છે.
·
તો હાજર છે plickers. હાલ ધોરણ ૬ થી 8 ના તમામ વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીનો
ખુબ ઉપયોગ કરે છે .
·
ખૂબ રસ અને મજા પડે
તેમજ મૂલ્યાંકન માં રસ પડે તેવી આ ટેકનોલોજી છે.
પ્લીકર્સ
વડે લેવાયેલ ટેસ્ટનું પરિણામ જોવા અહી નીચે આપેલ લિંક પર ક્લિક કરો .
·
પ્રશ્નના જવાબમાં બાળક
વિકલ્પનું કાર્ડ બતાવે છે અને ગણતરીની સેકન્ડો માં રિઝલ્ટ પણ મળે છે.
·
ટેસ્ટનું નામ પડે અને
વિદ્યાર્થીઓના ચહેરા બદલાય તે સમય ગયો.
·
બાળકો હસતા હસતા
ટેસ્ટ આપવા તૈયાર થાય કેમ કે છે જ રસપ્રદ મેથડ .
·
અને જે નથી આવડે તેવા
પ્રશ્નોના જવાબ શીખી પણ જલદી શકે.
·
કેમ કે કસોટી લીધા
પછી ગણતરીની સેકંડો માં રિઝલ્ટ હાજર.
·
બધું ઓનલાઇન અને
ઝડપી.
અનુભવે જાણ્યું કે આ પદ્ધત્તિઓ બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ
અને રુચિ વધારે છે .અને પરિણામ પણ સારું મળે છે.
·
ટેકનોલોજી સભર અભ્યાસ ને Smart Learning કહેવામાં આવે છે અને આપણી સંવેદનશીલ સરકાર પણ વિદ્યાર્થીઓ
માટે ટેકનોલોજી સભર ગૃપ શિક્ષણ માટે પ્રયત્નશીલ છે.
·
વિદ્યાર્થીઓ
રોજબરોજ નવુ શીખતો જ રહે છે.
·
અવનવી
અને અભ્યાસની અંદર ઉપયોગી થાય તેવી એપ્લિકેશન શીખતા જ હોય છે.
આ ઉપરાંત જોઇયે તો અંગ્રેજી માટે ખાસ સ્પોકન
ઇંગ્લિશ ના તાસ ગોઠવાય છે.
Bolo
ü શ્રી માખણીયા સ્માર્ટ પાથમિક શાળાના બાળકો માટે અંગ્રેજી શિક્ષણ માટે
અદભૂત અને અવનવી ટેકનિકસ ઉપયોગમાં લેવામાં આવે છે. સમય અનુસાર શિક્ષણ પદ્ધત્તિ પણ
બદલવી પડે છે. ત્યારે ટેકનોલોજી વિના આ શક્ય નથી . અત્યારની એડવાન્સ
અને ઈન્ટેલીજન્સ પેઢીને એના સમય મુજબની શિક્ષણપદ્ધત્તિમાં દોરવા એ આપની જવાબદારી
છે .ત્યારે જોઈએ એક નવી ટેકનિક.
સુચના પ્રૌદ્યોગિક કંપની ગુગલે બુધવારે એક
નવી એપ 'બોલો' ઓફર કરી હતી.
આ એપ પ્રાથમિક કક્ષાના બાળકોને હિન્દી અને અંગ્રેજી શિખવામાં મદદ કરશે. કંપનીએ
કહ્યું કે આ એપ પોતાની અવાજ ઓળખવાની ટેકનિક તથા ટેક્સ્ટ ટુ સ્પિચ ટેકનિક ઉપર
આધારિત છે. સોથી પહેલા ભારતમાં તેની ઓફર કરવામાં આવી છે.
તેમાં એક એનિમેટેડ પાત્ર આપવામાં આવ્યું
છે, જે બાળકોને વાર્તાઓ વાંચવા માટે
પ્રોત્સાહિત કરે છે અને કોઇ શબ્દોના ઉચ્ચારણમાં તકલિફ પડવા પર તે બાળકોની મદદ કરે
છે. તે વાર્તાઓને પુરી કરવા માટે પણ બાળકોના મનોબળમાં વધારો કરે છે.
આ એપને એવી રીતે ડિઝાઇન કરી છે કે તે ઓફલાઇન પણ કાર્ય કરી શકે. તેના માટે બસ 50 MBની આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી
ઇન્સ્ટોલ કરવી પડશે. તેમા હિન્દી અને અંગ્રેજી એમ 100
વાર્તાઓ છે." આ એપ ગુગલ પ્લે સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ
છે. આ એપ એન્ડ્રોઇડ 4.4 (કિટકેટ) તથા ત્યારબાદના સંસ્કરણ વાળા દરેક ડિવાઇસમાં ચાલી શકે છે.
ગુગલે આ એપનો ઉત્તર પ્રદેશની પાસેના 200 ગામડાઓમાં સફળ પરિક્ષણ કર્યું છે.
તેમણે કહ્યું હતું કે પરિણામ ઉત્સાહ જનક રહ્યા બાદ તેની પેશકશ કરવામાં આવી છે.
તેમણે કહ્યું તેઓ એપમાં બંગાળી જેવી અન્ય ભાષાઓને પણ સામેલ કરવા ઉપર વિચાર કરવામાં
આવી રહ્યો છે.
ü આ એપ શ્રી
માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી 8 ના લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને શીખવી
પોતાના વાલીના સ્માર્ટફોન માં ઇન્સ્ટોલ કરાવી છે.
ü
દરેક બાળક એપમાં પોતાનું રોજનું ટાસ્ક
પૂરું કરે છે .
ü રોજ નવી
સ્ટોરી મેળવે છે અને વાચન સમૃદ્ધ થાય છે.
ü જે શબ્દ વાચતા
ન આવડે તે દિયા નામનું પાત્ર શીખવે છે .
ü તેમના અંગ્રેજી ભાષા શીખવા પ્રત્યે
વધેલા ઉત્સાહને જોઈ શકાય છે.
અસ્તુ .....................
રજુકર્તા :- હરિકૃષ્ણભાઈ એમ . નાંદવા
૯૪૨૯૫૦૩૪૩૫