શુક્રવાર, 27 ઑક્ટોબર, 2017

નિવૃત્તિ વંદના

આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે. આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા.


શ્રી
   માખણીયા
          સ્માર્ટ
              સરકારી
                 પ્રાથમિક
                      સ્કૂલ

આત્મીય શ્રી,
સ્વાગત છે........


સરસ્વતી મંદિર શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા અને શ્રી માખણીયા ગામ ના સંયુકત સાયુજ્ય માં  નિવૃત્તિ વંદના પ્રસંગ
ઉજવાયો.

   આદરણીય શ્રી હરેશભાઇ ભીખાભાઇ લાધવા સાહેબ
              તેમજ
શ્રી નંદરામભાઈ મોહનભાઇ ધાંધલ્યા સાહેબ ,
ના વિદાય પ્રસંગે આપ સર્વેની હાજરી અમને પ્રોત્સાહિત કરેલ છે.

સૌ પ્રથમ શાબ્દિક સ્વાગત બાદ સુંદર સ્વાગત અભિનય  ગીત વડે આવકાર્યા પછી પુષ્પગુચ્છ વડે સ્વાગતવિધિ કરી આ પ્રસંગનો માહોલ દીપી ઉઠ્યો હતો.


આ પ્રસંગે અમારા આમંત્રણ ને સ્વીકારી ઉપસ્થિત રહેલા તમામ અતિથીઓ ના આભારી છીએ.
પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ આયોજિત થયો હતો.

જેમાં તળાજા તાલુકા બી.આર.સી. સાહેબ શ્રી પ્રકાશભાઈ કે. દવે , કેન્દ્રવર્તી આચાર્ય સાહેબ શ્રી ભદ્રેશભાઈ જાની , શિક્ષક સંઘ પ્રમુખ શ્રી વી.એલ. લાધવા , પૂર્વ શિક્ષક સંઘ પ્રમુખ શ્રી ધાંધલ્યા પ્રાગજીભાઈ, મહામંત્રી શ્રી મથુરભાઈ ઢાપા ,
શ્રી જીતુભાઇ બારૈયા , રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ વિજેતા શ્રી કેશવજીભાઈ ભટ્ટ , સંઘ કારોબારી સદસ્ય શ્રી વિનોદભાઈ જાની  તથા તમામ મહેમાન શ્રીઓ , તમામના નામ અહીં લખવા સમયના સંકોચ  અને  માધ્યમના લીધે શક્ય નથી તો ક્ષમ્ય ગણશો.
આપ સર્વે ની હાજરી અમારા માટે છોડ ને પાણી ના સિંચન જેવી સાબિત થઈ છે , અમે ખૂબ પ્રોત્સાહિત થયા .અમે શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરીયે છીએ.


આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ (અધેવાડા )
ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બાપુ નું સ્વાગત સામૈયું શાળા પરિવાર તેમજ ગ્રામજનો વડે સુંદર રીતે ગોઠવાયેલ .

ત્યારબાદ પૂજ્ય બાપુ અને મહેમાન શ્રીઓ વડે દીપ પ્રાગટય કરાયું અને કૃષ્ણભક્તિનું ખૂબ સુંદર  અભિનય ગીત શાળાની વિદ્યાર્થીની બહેનો વડે રજુ થયું.

    પૂજ્ય બાપુ એ પોતાની સુંદર શૈલીમાં આશીર્વચન પાઠવેલ અને બાપુએ પોતાના સંસ્મરણોમાં સાહેબ શ્રી હરેશભાઇ લાધવાની શિક્ષક તરીકે ની કારકિર્દી ની શરૂઆતની યાદ અપાવી આજે નિવૃત્તિ ની પળો એ શુભકામનાઓ પાઠવી.

પૂજ્ય બાપુ એ શ્રેષ્ઠ શિક્ષકના ફરજ , જવાબદારી વર્ણવી અને ઉદાહરણરૂપ વ્યક્તિત્વ , કર્તવ્યનિષ્ઠ શિક્ષક અને ઉત્તમ શિક્ષક  તરીકે શ્રી લાધવા હરેશભાઇ ને  શાલ વડે બહુમાન બક્ષી આશીર્વચન પાઠવ્યા હતા.

પૂજ્ય બાપુ એ વિદાય લઈ રહેલા બંને વડીલ શિક્ષક શ્રીઓ નું બહુમાન કરેલ .


પૂજ્ય બાપુની સાથે  શાળા સ્ટાફગણ વડે  વિદાય લઈ રહેલા બન્ને સાહેબ ને પ્રશસ્તિપત્ર તેમજ ભેટ અર્પણ કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરેલ.


શાળા પરિવાર , વિદ્યાર્થીગણ , ભુતપૂર્વ વિદ્યાર્થીઓ , તેઓના મિત્ર સમુદાય વગેરે વડે સાહેબો ને યાદગીરી સ્વરૂપે સુંદર અને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી.

સ્વાગત ગીત , અભિનય ગીત , લાગણીસભર વિદાય ગીત વગેરે રજૂ થયા.

આ પ્રસંગે ગાવામાં આવેલ વિદાયગીત ,
 " સુના હૈ આંગન , સુના હૈ સ્કૂલ ,
 ગુરુજી ના જાઓ, યહી કહતે હૈ હરપલ "
આ સમયે દરેકની આંખોમાં વિદાય વિરહ જોવા મળ્યો હતો.


વિદાયના આ પ્રસંગે શાળા ના સાથી શિક્ષકો ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ,શાળાના વિદ્યાર્થીઓ , ભુતપૂર્વ શિક્ષક શ્રી ઓ વગેરે એ પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા.

વિદાય પ્રસંગ વેળાએ ખૂબ લાગણીસભર પળો અનેકવાર સર્જાય હતી.

બન્ને સાહેબ તરફથી શાળાને  પણ ભેટ સ્વરૂપ યથાશક્તિ રકમ અર્પણ કરવામાં આવી હતી તે બદલ શાળા તેમનો હૃદયથી આભાર માને છે.





આ પ્રસંગે મળેલા સાથ , સહકાર અને સંપૂર્ણ સહયોગ  માટે શાળા દરેક માટે આભાર વ્યક્ત કરે છે.

સહભાગી બનેલા તમામ ગ્રામજન નો શાળાપરિવાર ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરે છે.


મારા શાળા પરિવાર, ગ્રામજનો,મહેમાન શ્રીઓ દરેકનો  આભાર વ્યક્ત કરું છું. અમારા શૈક્ષણિક જગતના મિત્રો અને  આમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહેલા અતિથિ શ્રીઓ સહિત તમામ સહૃદયી મિત્રો નો  હું આભાર વ્યક્ત કરું છું.

ગુરુવંદના પ્રસંગમાં સહભાગી થયેલા તમામ નો ફરી ફરી આભાર માનું છું.

આગામી તમામ પ્રસંગે સહયોગ મળતો રહે તે અપેક્ષા સાથે ...

અસ્તુ...

વંદે માતરમ......




વધારે ફોટો જોવા નીચે વધુ વાંચો ઉપર ક્લિક કરો

શુક્રવાર, 20 ઑક્ટોબર, 2017

આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે.
શ્રી માખણીયા શાળા પરિવાર ની આપ સૌને આ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ


!.ॐ.! ...
*शुभं करोति कल्याणं*,
*आरोग्यं धन संपदाम्* |
*शत्रु बुद्धि विनाशाय*,
*दीप ज्योति नमोस्तुते* ||

  આવનારું *નવું વર્ષ* આપના અને આપનાં પરિવાર માટે *મંગલમય,* *સુખમય,* અને *સમૃદ્ધિ* પ્રદાન કરનારું હોય એવી પ્રાર્થના સાથે
*નૂતન વર્ષ નાં અભિનંદન*




મંગળવાર, 17 ઑક્ટોબર, 2017

Exam






આત્મીય શ્રી ,
નમસ્તે ,
શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. 

ટેકનોલોજી ની દુનિયામાં આપનું સ્વાગત છે.શાળા વડે બ્લોગ , વેબસાઈટ અને અન્ય સોશિયલ માધ્યમ આપના સંપર્ક અને પ્રોત્સાહન હેતુ નિર્મિત કરવામાં આવ્યા છે.

આ બ્લોગ ,વેબસાઈટ,યુટ્યુબ ચેનલ, એન્ડ્રોઇડ એપ્લિકેશન, વોટ્સએપ ગ્રુપ એ શાળા પરિવાર ,વાલીગણ તેમજ શિક્ષણજગત , શિક્ષક કર્મચારી મિત્રો ,ગ્રામજનો નો સંપર્ક સેતુ છે. શાળા એક્ટિવિટી કેલેન્ડર તેમજ અન્ય કાર્યક્રમો થી આપ સતત અમારા સાથે જોડાયેલ રહી , નિયમિત મુલાકાતી બન્યા રહી પ્રેરણાં અને પ્રોત્સાહન આપતા રહો એવી અપેક્ષા વ્યક્ત કરીયે છીએ.આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે. 

શાળાની વેબસાઈટની મુલાકાત લેવા 
ઉપરની લિંક ઉપર ક્લિક કરશો

તેમજ

શાળાના બ્લોગની મુલાકાત લેવા
નીચે લિંક ઉપર ક્લિક કરશો

આ ઉપરાંત શાળાના ફેસબુક પેજ માં જોઈન થવા નીચે લિંક પર ક્લિક કરવા વિનંતી છે.


શાળાની યુટ્યુબ ચેનલ નિહાળવા આપ અહીં નીચે આપેલ લિંક યુટ્યુબ એપ્લિકેશન માં ખોલશો.

આ ઉપરાંત સ્કૂલ ની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા આપ નીચે ની લિંક પર  ક્લિક 
કરી ડાઉનલોડ બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો.અમારા
વિદ્યાર્થીઓ માટે પણ આ એપ્લિકેશન માં અભ્યાસમાં ઉપયોગી સાહિત્ય મળી રહેશે.
આ એપ્લિકેશન સમયાંતરે અપડેટ થતી રહે છે .તો આપને નમ્ર વિનંતી છે કે સમયાંતરે આપ શાળાના બ્લોગ પર થી એપ્લિકેશન નું નવું વર્ઝન ડાઉનલોડ કરતા રહેશો.




આપ સ્કૂલ ની ટેલિગ્રામ ચેનલ માં દરેક પ્રકાર ની ટેક્નિકલ માહિતી , નવી ટેકનોલોજી , તેમજ શાળાની એક્ટિવિટી વિશે માહિતગાર થવા જોડાઈ શકો છે. જોઈન થવા માટે પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી Telegram એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે . ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી આપ સ્કૂલની ટેલિગ્રામ ચેનલ માં જોઈન થઈ શકાશે.

સ્કૂલ ના વોટ્સઅપ ગ્રુપ માં જોઈન થવા માટે આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.


આપના કોઈ સૂચન આવકાર્ય છે.

આ દરેક માં કોઈ ક્ષતિ રહી જવા સંભવ હોઈ તે સૂચન કરી અમારા ધ્યાનમાં લાવવા વિનંતી .



વિશેષ માં તો આપને જાણ છે જ કે આપણી શાળા સમયાંતરે બાળકોના સર્વાંગીણ વિકાસ અર્થે  વિવિધ ઉજવણી , વિવિધ કાર્યક્રમો , ઉત્સવો નું આયોજન કરી જ રહી હોય છે.

તો આવો જ એક પ્રસંગ , આવીજ એક ઉજવણી આપણી શાળામાં થવા જઈ રહી છે.

અને તે છે , 

                            "નિવૃત્તિ વંદના"





અમારા વડીલ શિક્ષક , માર્ગદર્શક અને પ્રેરણાદાયી એવા

શ્રી લાધવા હરેશભાઇ સાહેબ
તેમજ 
શ્રી ધાધલ્યા નંદરામભાઈ મોહનભાઇના 
વિદાય સમારંભ પ્રસંગમાં આપ સૌને અમારું સ્નેહભર્યું આમંત્રણ છે.

કાર્યક્રમ તારીખ 22/10/2017,રવિવાર ના રોજ આયોજિત કરેલ છે.

સમય :- સવારે 9: 00 

આપ સૌનો સાથ , સહકાર અને માર્ગદર્શન હંમેશા ની જેમ મળતા રહે છે તે આનંદદાયક છે.

ગુરુવંદના કાર્યક્રમ માં આપ સૌ ઉપસ્થિત રહી આ પ્રસંગ
દીપાવજો.

આપ આ કાર્યક્રમ માં શાળાએ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરશો.

આ પ્રસંગે ભાગવત કથાકાર , પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.

ગ્રામજનો , વાલીગણ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વડીલો તથા શિક્ષણજગત ના સૌ સારસ્વત મિત્રો , મહેમાન શ્રી ઓ 
આપ સૌ કોઈ આ નિવૃત્તિ-વિદાય-ગુરુવંદના પ્રસંગમાં હાજર રહી અમારા ઉત્સાહમાં વધારો કરવા વિનંતી છે.આપનું માર્ગદર્શન,સલાહ,સૂચન અમારા માટે ઈચ્છનીય છે.શાળા પરિવાર- વિદ્યાર્થીઓ ને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.

જય હિન્દ.
વન્દે માતરમ .
શ્રી શારદાય નમઃ
અમારા શાળા પરિવાર ના JSK

રવિવાર, 1 ઑક્ટોબર, 2017

જ્ઞાનકુંજ વિશે લેખ , વધુ અને બધુ જાણો

આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે. આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા. આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે. વન્દે માતરમ
નમસ્તે ,
જય હિન્દ.
વન્દે માતરમ .
શ્રી શારદાય નમઃ
અમારા શાળા પરિવાર ના JSK.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 આપ ને જણાવતા અતિ આનંદ થાય છે કે આપણી ,
શ્રી માખણીયા પ્રાથમિક શાળા  હવે     " સ્માર્ટ સ્કૂલ " બની છે
🌸શ્રી
     🌸માખણીયા
          🌸સ્માર્ટ
              🌸પ્રાથમિક
                  🌸શાળા

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2017

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2017

વિવિધ પ્રવૃત્તિઓ

આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે.
અનેકવિધ પ્રવૃત્તિઓ થકી સર્વાંગી વિકાસના અભિગમ સિદ્ધિ માટે પ્રયત્નરત.
EDUCATION WITH LATEST TECHNOLOGY

TEACHER DAY
વધુ વાચો ઉપર ક્લિક કરી આગળ ના ફોટો જુઓ

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2017

જ્ઞાનકુંજ

વેલકમ
આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે. આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા. આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે. વન્દે માતરમ




શ્રી
    માખણીયા
              પ્રાથમિક
                      શાળા
 તા. તળાજા ,    જી . ભાવનગર .
આત્મીય શ્રી , નમસ્તે . શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા માં આપનું સ્વાગત છે. આ બ્લોગ એ શાળા નું મુખપત્ર છે. આપ નિયમિત મુલાકાતી બની રહો એવી ઈચ્છા. આપનું માર્ગદર્શન અમને પથપ્રદર્શન કરતું રહેશે. વન્દે માતરમ

કેળવણી એટલે કેળવવું

વિદાય

Shree Makhaniya Smart School વિદાય અહેવાલ – ૨૦૧૯ ત્રિવિધ કાર્યક્રમ તારીખ :-૦૪/૦૫/૨૦૧૯ या कुन्देन्दुतुषारहारधवला य...